|
 |
|
» સમાજ ઉત્કષૅ |
સમગ્ર વિશ્વમાં પથરાયેલા આપણા જ્ઞાતિબંધુઓને ઘેર બેઠા સમાજમાં થતી પ્રસંગોપાત મંડળની પ્રવ્રુત્તિઓથી માહિતગાર કરવાના હેતુથી ૧૯૬૧ થી પ્રસિધ્ધ થતુ સમાજનું એક માત્ર મુખપત્ર 'સમાજ ઉત્કષૅ' પ્રકાશન કરે છે, જે જ્ઞાતિજનોમાં રસપૂર્વક વંચાય છે. આજે આસરે મુંબઈ તેમજ દેશભરમાં ૧૯૦૦ અંક જ્ઞાતિજનોને વિવિધ પ્રવ્રુત્તિની માહિતી આપે છે આ માટે પ્રસંગોપાત ભેટરકમ તેમજ પત્રિકામાં જાહેરાત માટે મંડળ અપીલ કરે છે. |
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------ |
» ટેલિફોન ડિરેકટરી |
સને ૧૯૭૬ યુવક મંડળ દ્રારા સમસ્ત સમાજને આવરી લેતી આજના યુગની જરૂરિયાત સમી ટેલિફોન ડિરેકટરીની પ્રથમ આવૃતિ પ્રકાશીત કરેલ, ત્યારબાદ ૧૯૮૮માં બીજી આવૃતિનું પ્રકાશન કરેલ. વિવિધ માહિતીસભર ટેલિફોન ડિરેકટરીની ઉપયોગિતાથી આપ સૌ માહિતગાર છો. ત્રીજી ટેલિફોન ડિરેકટરી ૨૦૦૦ની આવૃતિ ૧૯/૫/૨૦૦૦ના રોજ પ્રકાશીત કરેલ. ઘણાં ટેલિફોન નંબરો અવારનવાર બદલાતા તથા ટેલિફોન ક્ષેત્રે તેમ જ મોબાઈલ ક્ષેત્રે થયેલ પ્રગતી ને ધ્યાનમાં લઈ ૨૦૦૬માં નવી ડિરેકટરી આપની સમક્ષ રજૂ કરેલ હતી. આ ડિરેકટરીમાં યુવક મંડળ દ્રારા તમામ પ્રવ્રુત્તિઓની ઝલક તથા અનેકવિધ કાયમી ફંડોની નામાવલી પ્રકાશીત કરવામાં આવેલ છે. ડિરેકટરીની પંચમ આવૃતિ બનાવવા યુવક મંડળના કાર્યકરો થનગની રહ્યા છે. |
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------ |
» ક્ષમાપના સંમેલન અને સ્વામીવાત્સલ્ય કાયમી ફંડ |
સમાજના વિશાળ સમુદાયને એકતત્રિત કરવા,પરસ્પર ભાતૃભાવના તથા ધાર્મિક લાગણી વધારવા પ્રતિવર્ષ પર્યુષણ પછી ક્ષમાપના સંમેલન યોજવામાં આવે છે. તેમજ તે પ્રસંગે ધાર્મિક શિક્ષણ પ્રોત્સાહનાર્થે ઈનામો આપવામાં આવે છે. ૧૮ વષૅથી સરૂ કરેલ સ્વામીવાત્સલ્ય કાયમી ફંડની યોજનામાં જ્ઞાતિજનોના વધુમાં વધુ સહકાર મળતો રહ્યો છે. અને દર વષૅ આ ફંડમાં વધુ જ્ઞાતિજનો તેઓના નામો લખાવી સમાજને ઉપયોગી થાય તેવી અપીલ કરે છે. |
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------ |
» યુવક મંડળ સ્નેહ સંમેલન |
જ્ઞાતિના યુવાન ભાઈઓના સંગઠન માટે પર્યટન, મનોરંજન કાર્યકમો તથા સ્નેહ સંમેલનો યોજવામાં આવે છે. |
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------ |
» કેળવણી પારિતોષિક વિતરણ |
આપણી જ્ઞાતિના મુંબઈમાં વસતા, શાળા-કોલેજમાં ભણતા, ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં વધુ ગુણાંક મેળવનાર વિદ્યાર્થીઓને મંડળ કેળવણી પારિતોષિક કાયમી ફંડના વ્યાજમાંથી યુવક મંડળ દર વષૅ વાષિકોત્સવ, સ્નેહ સંમેલન પ્રસંગે પારિતોષિક વિતરણ સભારંભનું આયોજન કરી તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે. |
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------ |
» ગણવેશ સહાય |
યુવક મંડળ દ્વારા ગણવેશ સહાય કાયમી ફંડ યોજનામાંથી વસતા, શાળામાં ભણતા વિદ્યાર્થીઓને ગણવેશ માટે આર્થિક સહાય આપવામાં આવે છે. જેની માટે શ્રી મધુસુદન લાલચંદ ગાંધી પરિવારે માતબર રકમનું યોગદાન આપી આ પ્રવ્રુત્તિને આગળ વધારવા યુવક મંડળને ખૂબ જ પ્રોત્સાહન આપેલ છે. |
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------ |
» શિષ્યવૃત્તિ |
મંડળના ઉપક્રમે શિષ્યવૃત્તિ કાયમી ફંડમાથી પ્રતિવષૅ મુંબઈમાં વસતા જ્ઞાતિજનને શાળામાં ભણતા જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને અરજીની ગુણવત્તાના ધોરણો શિષ્યવૃત્તિ સહાય મોકલવામા આવે છે. |
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------ |
» સંપૂણૅ શિષ્યવૃત્તિ કાયમી ફંડ |
આજના બાળકો એ આપણા સમાજનું ભવિષ્ય છે. અને સુશિક્ષીત બાળક સમૃધ્ધ સમાજ બનાવે છે. આપણી જ્ઞાતિના જરૂરીયાતમંદ વિદ્યાર્થીને સુશિક્ષીત કરવાનો શુભ સંકલ્પથી સંપૂણૅ શિષ્યવૃત્તિ કાયમી ફંડમાં વજેશંકર જગજીવન વખારીયા પરિવાર તરફથી મોટી રકમનું અનુદાન મળેલ છે. આ ફંડમાંથી જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓની સંપૂણૅ ફી ચેક દ્વારા આપવામાં આવે છે. |
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------ |
» વ્યવસાયિક શિક્ષણ માટે સહાય |
શાળાનો અભ્યાસ પૂણૅ કર્યા બાદ ડિપ્લોમાં કોસૅ માટે મંડળ દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. |
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------ |
» તબીબી સહાય |
યુવક મંડળ દ્વારા મુંબઈમાં વસતા જ્ઞાતિજનોના જરૂરીયાત પ્રમાણે શક્ય હોય તે રેતે દવા વગેરેમાં આર્થિક મદદ કરવામાં આવે છે તેમજ નાનાં ઓપરેશન માટે આર્થિક સહાય આપવામાં આવે છે. તબીબી સહાય માટે શ્રીમતી હંસાબેન ઈન્દ્રકાંત શાંતીલાલ શાહ પરિવાર તરફ્થી માતબર રકમનું દાન મળેલ છે. |
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------ |
» શાળાના પાઠ્ય પુસ્તકો |
શાળાના પાઠ્ય પુસ્તકો માટેની મળેલ રકમના કાયમી ફંડમાંથી જરૂરીયાતવાળા મુંબઈમાં વસતા વિદ્યાર્થીઓને શાળાના પાઠ્ય પુસ્તકો વિનામુલ્યે આપવામાં આવે છે. આ ફંડમાં શ્રી વજેશંકર જગજીવન વખારીયા પરિવાર તરફથી મોટી રકમનું અનુદાન મળેલ છે. |
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------ |
» નોટબુક વિતરણ |
યુવક મંડળે કરેલ ટહેલ મુજબ પ્રેરણાદાતા માતુશ્રી જયાબેન વાડીલાલ શાહ હ. ઉર્મિલાબેન અવનીકાંત શાહના તથા ઈનસાઈડ ફંડ પેજના દાતા શ્રીમતી વર્ષાબેન વિજયકુમાર મણીલાલ મહેતા પરિવાર કાયમી ફંડમાંથી વિધ્યાર્થી દીઠ ૧૦ નોટબુક અને સખાવતી દાતાઓના સહકારથી અન્ય ભેટો આપવામાં આવે છે. આશરે ૯૦૦ જેટલા વિદ્યાર્થીઓ આનો લાભ લ્યે છે. |
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------ |
» માનવ રાહત કાયમી ફંડ |
યુવક મંડળે કરેલ ટહેલ મુજબ પ્રેરણાદાતા શ્રીમતી કંચનબેન ભોગીલાલ મહેતાની માતબર રકમ સાથે આ ફંડ ચાલુ કરેલ તેને વધુ ને વધુ પ્રતિસાદ મળી રહેલ છે, જરૂરીયાતવાળા જ્ઞાતિજનોને વધુ ઉપયોગી થવુ અને આ યોજના દ્વાર સહાયરૂપ થવાનો હેતુ છે. |
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------ |
» અનાજ રાહત કાયમી ફંડ |
યુવક મંડળે કરેલ ટહેલ મુજબ પ્રેરણાદાતા શ્રીમતી ઈન્દુમતી હરીલાલ અમીચંદ દોશી પરિવારની માતબર રકમ સાથે આ ફંડ ચાલુ કરેલ તેને વધુ ને વધુ પ્રતિસાદ મળી રહેલ છે. |
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------ |
» તીથૅયાત્રા સંઘ |
યુવક મંડળ દ્વારા આયોજીત ૧૫મી તીથૅયાત્રા ડિસેમ્બર ૨૦૧૧માં શ્રી શિખરજી તીથૅ મુકામે લઈ જવામાં આવેલ જેમાં ૫૩૭ જ્ઞાતિજનોને લાભ લીધેલ. ૧૬મી તીથૅયાત્રા જાન્યુઆરી ૨૦૧૩માં શ્રી કાંગડાજી તીથૅ મુકામે લઈ જવામાં આવેલ જેમાં ૨૩૭ જ્ઞાતિજનોને લાભ લીધેલ. |
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------ |
» પારિવારીક તબીબી વિમા યોજના કાયમી ફંડ |
ટિકર (રણની) નિવાસી હાલ ઘાટકોપર બંધુબેલડીના નામે પ્રખ્યાત શ્રી જયંતીલાલ જીવરાજ ચાંપશી મહેતા શ્રી હીમતલાલ જીવરાજ ચાંપશી મહેતા પરિવારે આપેલ માતબર રકમના અનુદાનથી શરૂ કરવામાં આવેલ પારિવારીક તબીબી કાયમી યોજનામાં મુંબઈમાં વસતા પરિવારોના વિમા (મેડેક્લેમ) ઉતારી દેવામાં આવેલ. આપણા યુવક મંડળની મશાળ જ્યોતીને સહકાર અને પ્રેરણા મિક્ષિત દીવેલ વડે પ્રકાશિત રાખણ, તન, મન ન ધનથી પ્રયત્ન કરશો એવી આ મંગળ પ્રસંગે પ્રાથૅના કરીએ છીએ. |
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------ |
» મસાલા રાહત |
યુવક મંડળે કરેલ રહેલ મુજબ પ્રેરણાદાતા શ્રીમતી સમજુબેન છબીલદાસ લોદરીયાની માતબર રકમ સાથે આ ફંડ ચાઉ કરેલ તેને વધુને વધુ પ્રતિસાદ મળી રહેલ છે. |
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------ |
» ડાયાલીસીસ ઉપચાર |
યુવક મંડળ દ્વારા મુંબઈમા વસતા જ્ઞાતિજનોને જરૂરીયાત પ્રમાણે શક્ય હોય તે રીતે ડાયાલીસીસ માટે આર્થિક સહાય આપવામાં આવે છે આ ફંડમાં શ્રી મહીયતલાલ નરભેરામ પારેખ પરિવાર તરફથી માતબર રકમનું દાન મળેલ છે. |
|